શ્રી નારાયણ હાઇસ્કૂલ તરખંડા આ બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

શનિવાર, 26 જાન્યુઆરી, 2013

26 january

ડાબેથી ૧.શ્રી મનોજકુમાર દવે,૨. શ્રી ધીરેન્દ્રસિંહ ચાવડા,૩. શ્રી રામ સિંહ ચાવડા
ધ્વજ વંદન
૬૪ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી
          આજરોજ શ્રી નારાયણ હાઇસ્કૂલ,તરખંડા  ખાતે ભારતના ૬૪ મા પ્રજાસત્તાકદિનની ઉજવણી હર્ષભેર કરવામાં આવી. જેમાં ગામના તમામ ઉત્સાહી નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ, પ્રા.શાળા સ્ટાફ તથા વિદ્યાર્થીઓ અને હાઇસ્કૂલના સ્ટાફગણ સહિત યુવાનો પણ હાજર રહ્યા હતા.
         ધ્વજવંદન કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી નારાયણ કેળવણી મંડળના પ્રમુખ શ્રી રામસિંહજી ચાવડાની વરણી કરવામાં આવી હતી. ધ્વજ રક્ષક તરીકે શ્રી નારાયણ હાઇસ્કૂલના રમત-ગમત શિક્ષક શ્રી ધીરેન્દ્રસિંહ ચાવડા એ ધ્વજને સલામી અપાવી હતી. તેમજ આ કાર્યક્રમ નિમિત્તે પ્રસંગોનુરૂપ પ્રવચન આ શાળાના શિક્ષક શ્રી મનોજકુમાર દવે દ્વારા કરવામાં આવ્યું  હતું.
પ્રવચનના મુદ્દા:-
·         પુરાણું ભારત ( સોનેકી ચિડિયા )
·         ધમધમતા લઘુ ઉદ્યોગો, સહકારી મંડળીઓ તેમજ વંશ પરંપરાગત વ્યવસાયો.
·         અગ્રેજોની કુટનીતિ  તેમજ ભાગલા પાડી આપણા ભારત દેશ પર શાસન
·         ભારતની સ્વતંત્રતા અને બંધારણ તથા પ્રજાસત્તાક દિનનું મહત્વ.



photography by kiran chavada







નીર્માણાધીન શાળાનું મકાન


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો